Cancer Bimari Sahay Yojana 2022 | કેન્સર બીમારી સહાય યોજના 2022 : ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ માં માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ યોજના– પ્રધામંત્રીશ્રી માતૃ વંદના યોજના– Ayushman Bharat Card Yojana અમલ માં છે. જેના થી લોકો ને આરોગ્ય ના આર્થિક લાભો મળી રહે અને નાના અને આર્થિક રીતે પછાત વર્ગ ના લોકો નો સામાજિક અને આર્થિક વિકાસ થઈ શકે છે.
Cancer Bimari Tabibi Sahay કોઇ અત્યારે બહાર પાડવામાં આવેલ કોઇ ખાસ યોજના નથી પણ આ ઘણાં સમય થી અમલ મા છે જ જે ઘણા લોકો ને ખબર ન હોઈ અને એનો લાભ ઉઠાવતા નથી.યોજના માં કેન્સર થી પીડાતા દર્દીદઓનેે આરોગ્ય શાખા તરફથી દર મહિને 1,000 રૂપિયા ની સહાય ચુકવવામાં આવે છે.
Cancer Bimari Sahay Yojana 2022
ગુજરાત સરકારના Health And Famaly Welfare Department દ્વારા ચાલતું આરોગ્ય શાખા નું આપના ગામ ના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર ફોર્મ ભરવાનું હોઇ છે. અને ત્યાંથી લાભાર્થી ને સહાય મળે છે.
આ સહાય માં કેન્સર થી પીડિત વ્યક્તિ ને સરકાર તરફથી દર મહિને 1,000 રૂપિયા સહાય રૂપે તેમને DBT દ્વારા લાભાર્થી ના બેંક ના ખાતા મા સીધા નાખવામાં આવે છે. જ્યાં સુધી કેન્સર થી પીડિત વ્યક્તિ ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી તેઓ ને સરકાર તરફ થી આ સહાય મળતી રહે છે.જેમાં માટે લાભાર્થી ને નજીક ના પ્રથીમક આરોગ્ય કેન્દ્ર (PHC) પર જઈ ને અરજી કરવાની હોઈ છે.
આની સિવાઈ આપની જેતે જિલ્લા પંચાયત માં પણ કૅન્સર ના દર્દીઓ ને બીજી 10,000 ની સહાય આપવામા આવે છે. જે આપ આપની જિલ્લા આરોગ્ય શાખા માં જઇ ને માહીતી મેળવી શકો છો.જેમા અરજી કરવાની પ્રક્રિયા આ પ્રમાણે જ છે અને ડોક્યુમેન્ટ પણ અહિયાં આપેલા છે એજ જોઈશે
Cancer Bimari Sahay Yojana 2022
યોજના નું નામ : કેન્સર બીમારી સહાય યોજના કેન્સર તબીબી સહાય યોજના)
રાજ્ય : ગુજરાત
લાભાર્થી : કેન્સર ના દર્દી
ઉદ્દેશ : કેન્સર ના દર્દી ને આહાર માટે
અરજી નો પ્રકાર : Offline
Contact : નજીક ના PHC સેંટર પર
સહાય : દર મહિને 1,000 રૂપિયા
કેન્સર બીમારી સહાય યોજના
ગુજરાત સરકાર નાં આરોગ્ય વિભાગ દ્વારા આપના ગામ ની નજીક ના Primary Health Center (PHC) પર આ સહાય નું Offline ફોર્મ ભરવાનું હોઇ છે.અને કેન્સર ના લાભાર્થી ને આ સહાય અંતર્ગત દર મહિને 1,000/- રૂપિયા DBT દ્વારા ચુકવવા માં આવે છે
મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય | Pashu Khan-Dan Sahay Yojana 2022
કેન્સર બીમારી સહાય યોજનાની પાત્રતા
- કેન્સર રોગ મા આ સહાય માટે લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવ જરૂરી છે.
- આ સહાય માટે જે વ્યક્તિ ને કેન્સર ની બીમારી હોઈ અને તેઓ હાલ કેન્સર ની સારવાર કરાવી રહ્યા હોઇ તેવા દર્દી ઓ આ સહાય લઈ શકે છે.
- હાલ કેન્સર રોગ થઈ ગયેલ હોઇ અને દર્દી દવાખાના માં સારવાર લેતાં હોઈ તો પણ આ સહાય માળવા પાત્ર છે.
- કેન્સર રોગ નું ઓપરેશન કરાવી ચૂક્યા હોઈ તેવા દર્દીઓ પણ આ સહાય મેળવી શકે છે.
- હાલ કેન્સર રોગ ની સારવાર ચાલુ હોઈ અને દર્દી ઘરે જ હોઈ અને દર્દી દર મહીને કે દર ત્રણ મહીને દવાખાને ખાલી બતાવવા જતું હોઈ તો પણ તે આ સહાય માટે પાત્ર ગણાશે
Cancer Bimari Sahay Yojana માટે આવક મર્યાદા
આ તબીબી સહાય માટે ની આવક મર્યાદા આરોગ્ય શાખા તરફ થી નક્કી કરવામાં આવેલ છે જેમા ગામડા ની અને શહેરી વિસ્તાર ની વાર્ષિક આવક મર્યાદા નીચે મુજબની છે.
- ગામડા ના લાભાર્થી માટેની વાર્ષિક આવક મર્યાદા 47,000/- રાખેલ છે.
- શહેરી વિસ્તાર ના લાભાર્થી માટે વાર્ષિક આવક મર્યાદા 68,000/- રાખેલ છે.
Cancer Bimari Sahay Yojana Documents
આ સહાય નું ફોર્મ ભરી ને જો આપ ગામડા મા રહેતા હોઈ તો આપના નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જો શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો અર્બન હેલ્થ સેન્ટર પર જઈ ને નીચે મુજબ ના આધાર પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે.
- લાભાર્થી નું આધાર કાર્ડ ની નકલ
- લાભાર્થી ના રેશન કાર્ડ ની નકલ
- વાર્ષિક આવક નો દાખલો
- અનુસુચિત જાતિ ના લાભાર્થી માટે જાતિ નો દાખલો-Obc જાતિ માટે ઓબીસી. નો દાખલો
- લાભાર્થી ની બેંક પાસબુક ની નકલ
- કેન્સર ની સારવાર જ્યા ચાલુ હોઈ તે દવાખાના ના બધા રિપોર્ટ અને આધાર પુરાવા
- લાભાર્થી ના 2 ફોટા
કેન્સર બીમારી સહાય યોજના માટે અરજી પ્રક્રિયા
- આ સહાય માટે લાભાર્થી ને નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરવાનું હોઈ છે અને પછી તેની જોડે ઉપર મુજબ ના બધા આધાર પુરાવા જોડવાના હોઈ છે.
- સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ ગામડા નાં લાભાર્થી ને તેમના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) સેન્ટર પર જઈને ત્યાં ના મેડિકલ ઓફિસર પાસે સહી સિક્કા કરવી ને અરજી ફોર્મ ત્યાં આપવાનું હોઈ છે.
- ઉપર મુજબ ની પ્રક્રિયા શહેરી વિસ્તાર ના લાભાર્થી ને તેઓ ના અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને ત્યાં અરજી કરવાની હોઈ છે.
- અને આપ આપના ગામ ના આરોગ્ય કર્મચારી પાસે થી પણ આ સહાય ની યોગ્ય માહિતી મેળવી શકો છો અને તેના દ્વાર પણ અરજી કરી શકો છો.
- ( આ સહાય જ્યા સુધી દર્દી ની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી જ મળે છે.જેમ કે દર્દી ને દર મહિના નાં રિપોર્ટ PHC ખાતે જમાં કરવાના હોઈ છે.)
કેન્સર બીમારી સહાય યોજના સંપર્ક કચેરી
આ યોજના માં કેન્સર ના દર્દી ને તેની સારવાર ચાલુ હોઈ ત્યાં સુધી દર મહિને 1,000 ની સહાય મળે છે જેમાં માટે આપના નજીક નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને આપ આ વિશે ની વધું માહિતી મેળવી શકો છો.અને જો એપ શહેરી વિસ્તાર માં રહેતા હોઈ તો આપ અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર જઈ ને આ સહાય ની માહીતી મેળવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
દર મહીને મળશે 600 રૂપિયાનું પેન્શન | Sant Surdas Yojana