વ્યક્તિગત અથવા સામુહિક સિંચાઈ કુવા સાથે સોલાર પંપ યોજના ઓનલાઇન અરજી કરો

ગુજરાત સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે જેમાં ની એક યોજના એટલે સોલાર પંપ યોજના ગુજરાતમાં આદિજાતિ ખેડુતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ખેતીવાડીને લગતી યોજનાઓથી ખેડુતો તેમની જમીનો મબલખ પાકો ઉપજાવે છે. અને પોતાનું જીવન સ્તર સુધારીને સક્ષમ બન્યા છે. આદિજાતિ ખેડુતો કે જેઓ ખેતી કરવા માટે ની મૂળભુત જરૂરીયાતો પુરી કરી ખેતીમાં આધુનિક ઢબથી ખેતી કરે જેથી પરંપરાગત ખેતીથી વધારે ઉપજ મેળવે તેવા આશયથી dsagsahay gujarat gov in પોર્ટલ પર આદિજાતિ ખેડુતો માટે વ્યક્તિગત/સામુહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ના ઓનલાઇન ફોર્મ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના શુ છે. ફોર્મ ભરવાની રીત, કોને લાભ મળશે, યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવેલ છે. વગેરે જેવા અનેક સવાલો હશે. તો ચાલો આપણે આ યોજના વિશે વિગતે માહિતી મેળવીએ.

વ્યક્તિગત/સામુહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ના મુખ્ય વાતો

વિભાગઆદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર
અમલીકરણ કરનાર એજન્સીડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડી-સેગ)
યોજનાનું નામનવા કુવા સાથે સોલાર પમ્પ સેટ યોજના
ઓનલાઇન અરજીફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે
મળવાપાત્ર લાભસામુહિક કુવો અને સોલર પંપ
ઓનલાઇન અરજી કરવાની તારીખતા. 09/03/2023 થી 09/04/2023 સુધી
કોને લાભ મળશેઆદિજાતિના ખેડુતોને
ઓનલાઇન અરજી કરવા માટેનું પોર્ટલwww.dsagsahay.gujarat.gov.in

યોજના વિશે મહત્વની બાબતો

ડેવલોપમેંટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) કે જે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કાર્ય કરે છે. વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાના આદિજાતિના ખેડુતો માટે લાગુ કરવામાં આવેલ છે. પાત્રતા ધરાવતા ખેડુતોએ ઓનલાઇન અરજી કરી યોજનાનો લાભ લેવાનો રહેશે.આ યોજના સામુહિક એટલે કે આજુબાજુ ખેતીની જમીન ધરાવતા ખેડુતો માટે સામુહિક રીતે લાભ મેળવી શક્શે. અરજી ની તારીખ વિતી ગયા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે. નહિ. આ યોજના હેઠળ અરજી ફોર્મ કોઇ પણ કચેરીથી મળશે જે લાભાર્થીઓ એ ધ્યાનમાં રાખવાનું રહેશે.

અરજદારની પાત્રતા

  • આદિજાતિના ખેડુતો કે જેઓ આદિવાસી જિલ્લાઓમાં શીડ્યુલ એરીયા, પોકેટ અને ક્લસ્ટરમાં વસવાટ કરતાં હોય.
  • 0 થી 20 સુધીનો બીપીએલ સ્કોર ધરાવતા આદિજાતિ ખેડુતો અરજી કરી શકશે.
  • આ યોજના માં આદિમ જુથ હેઠળ જમીન ધરાવતા, વિધવા બહેનો તથા દિવ્યાંગ આદિજાતિ દિવ્યાંગ ખેડુતો ને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • વન-અધિકાર અધિનિયમ -2006 હેઠળ ફાળવેલ આદિજાતિ ખેડુતો કે જેઓ 0 થી 20 બીપીએલ સ્કોર ધરાવે છે તેઓ આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  • જે આદિજાતિ લાભાર્થી 0 થી 20 સ્કોર ધરાવતા હોય તેવા પરિવારના એકજ સભ્યને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે.

આ યોજના માં અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજી પુરાવા

અરજદાર ઓનલાઇન અરજી કરતા પહેલા માંગ્યા મુજબના દરેક દસ્તાવેજો તૈયાર રાખવા જેથી અરજી કરવામાં સરળતા રહેશે. ઓનલાઇન અરજીમાં દરેક વિગતો આ દસ્તાવેજો માંથી જ દાખલ કરવાની હોય છે તેમજ ઓનલાઇન ઓપલોડ પણ કરવાના હોય છે. ઓનલાઇન ઓપલોડ કરવા માટે સાથે દરેક દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી કરાવી લેવી. નીચે મુજબના દસ્તાવેજો અરજદાર સાથે રાખવાના રહેશે.

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • બી.પી.એલ. સ્કોર 0 થી 20 નો દાખલો
  • અનુસુચિત જનજાતિનો દાખલો
  • જમીનનો પુરાવા જેવા કે- 7/12 તથા 8-અ ની નકલ
  • FRA act મુજબ જમીનના પુરાવા (હુકમો સનદ) ની નકલ
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • વિધવા બહેનો હોય તો પતિના મરણનો દાખલો
  • દિવ્યાંગ લાભાર્થી હોય તો તબીબનું પ્રમાણપત્ર

અરજી કરવાની રીત

લાભાર્થી ઓનલાઇન અરજી કરવાની હોવાથી ગામના ઇ-ગ્રામ સેંટર કે જે ગ્રામપંચાયત ઓફિસમાં આવેલી હોય છે. ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી કે ઘરબેઠા ડિ-સેગ પોર્ટલ પરથી ફોર્મ ભરી શકશે. અહી ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ધ્યાન રાખવાના રહેશે.

  • સૌપ્રથમ Dsagsahay Portal ના Home Page પર જાઓ.
  • અહી આપ મેનુબારમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર કરો.
  • ક્લિક કરતા લાભાર્થી રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ઓપન થશે.
  • અહી આપ માંગેલ વિગતો મુજબ દરેક વિગતો દાખલ કરો.
  • માંગેલ દસ્તાવેજો અપલોડ કરો અને અરજી સબમિટ કરો.
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top