નવી મતદાર યાદીમાં તમારું નામ છે કે નહિ આ રીતે ચકાસો ઓનલાઈન

આપણે બધા જાણીએ છીએ કે ટૂંક જ સમય માં હવે ગુજરાત સરકારની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને દર વખતે ચૂંટણી માં લગભગ હજારો ઉમેદવારો ભારત માંથી ચૂંટાય છે અને કરોડો ની સંખ્યામાં ભારતની વસ્તી પોતાની ફરજ બજાવે છે એટલે કે પોતાનું એક કીમતી વોટ આ ઉમેદવારો ને દાન કરે છે. અને આપણે બધા એ તો જાણીએ જ છીએ કે દર વર્ષે ભારતની વસ્તી માં સતત વધારો થતો જાય છે અને સાથે સાથે પુખ્ત વયમાં એટલે કે ૧૮ વર્ષના ઉમેદવારો ની સંખ્યામાં પણ ઘણો વધારો થાય છે. આ પ્રમાણે જોવા જઈએ તો ભારત માં દર વર્ષે ઘણા બધા નવા ઉમેદવારો પોતાનું મતદાર યાદી માં નાં નોધાવે છે

આ હેતુને જોતા તથા અનુસરતા ભારત સરકાર દ્વારા એક પોર્ટલનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક ઉમેદવાર પોતાનું નામ મતદારયાદી માં આવ્યું કે નહિ તે પોતાની જાતે જ ઓનલાઈન ઘરે બેઠા ચેક કરી શકે. આ નામ ચેક કરવાની સમસ્ત વિગતવાર પ્રક્રિયા નીચે આપ્યા મુજબ છે.

મતદાર યાદી માં તમારું નામ ઓનલાઇન ચકાસો

મતદાર યાદી ખૂબ ઉપયોગી છે તમે મતદાર યાદી માં તમારું નામ ઓનલાઇન ચકાસી શકો છો અને ઓનલાઇન મતદાર સૂચિમાં તમારું નામ કેવી રીતે તપાસવું. – મતદાર યાદી ઓનલાઇન પર તમારું નામ કેવી રીતે શોધવું

નીચે દર્શાવેલ સ્ટેપ મુજબ ઓનલાઇન મતદારયાદી માં તમારું નામ ઓનલાઇન શોધી શકો છો

સૌ પ્રથમ electoralsearch.in વેબસાઈટ ઓપન કરો, જેમાં મતદારયાદી માં નામ શોધવા માટે બે વિકલ્પો જોવા મળશે.

  1. Search By Details (માહિતી દ્વારા શોધો) – જો તમને મતદાર ID નંબર નથી ખબર, તો તેનો ઉપયોગ કરો
  2. Search By Epic Number (ઇપીઆઈસી નંબર દ્વારા શોધો) – જો તમને મતદાર ID નંબર ખબર છે, તો તેનો ઉપયોગ કરો 

Search By Details (માહિતી દ્વારા શોધો)

  • જો તમારી પાસે મતદાર ઓળખકાર્ડ નથી, તો વિગતો દ્વારા શોધ પર ક્લિક કરો
  • તમારું નામ દાખલ કરો તે જ રીતે પિતા અથવા પતિનું નામ લખવું
  • આ પછી, જો તમને તમારી જન્મ તારીખ ખબર હોય, તો પછી જન્મ તારીખ / DOB (Date of Birth) ની સામે ના બટન પર ક્લિક કરી માહિતી ભરો અને જો તમને જન્મ તારીખ ખબર નથી, તો ઉમર/Age પર બટન પર ક્લિક કરી માહિતી ભરો
  • રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મત વિસ્તાર પસંદ કરો. આ સિવાય તમે નકશા નો ઉપયોગ પણ કરી શકો છો.
  • હવે નીચે આપેલ Capcha Code ને યોગ્ય રીતે ભરો અને સર્ચ બટન પર ક્લિક કરો. જેથી તમારી મતદાર યાદી ની માહિતી ખુલશે.
  • જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે, તો તમારે નીચે મતદાર માહિતી / મતદાર માહિતીની એક લિંક આપવામાં આવશે. જેમાં મતદાન મથક / મતદાન મથક વગેરે સંબંધિત તમામ માહિતી મળી શકશે.

Search By Epic Number (ઇપીઆઈસી નંબર દ્વારા શોધો)

  • જો તમને મતદાર ID નંબર ખબર છે, તો તે માટે મતદાર ID નંબર લખી , રાજ્ય નુ લીસ્ટ માંથી તમારા રાજય ની પસંદગી કરો ત્યારબાર Capcha Code ને યોગ્ય રીતે ભરો અને સર્ચ બટન પર ક્લિક કરો. જેથી તમારી મતદાર યાદી ની માહિતી ખુલશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર વેબસાઈટClick Here
Home PageMaru Gujarat

Leave a Comment