Rotavator Sahay Yojana 2022 | રોટાવેટર સહાય યોજના 2022 | Rotavator Sahay Yojana | આજ નાં સમય માં ટેકનોલજી થી ઘણો વિકાસ થયો છે.અને વિશ્વ ઘણું જ અતિ આધુનિક થઈ રહ્યું છે. આ ટેકનોલોજી થી ખેડૂતો ને પણ તેમની ખેતી માં ઘણો જ લાભ મળ્યો છે.ને તેઓ ખેતી ક્ષેત્રે ખુબજ આગળ વધી શક્યા છે. આજ નાં લેખ મા આપડે Rotavator Sahay Yojana Gujarat 2022 વિશે વિગતવાર માહિતી મેળવવા માં છીએ જેના ફોર્મ Online ikhedut પોર્ટલ પર ભરવાના હોઈ છે.
ટ્રેક્ટર રોટવેટર સહાય યોજના થી રાજ્ય નાં ખેડૂતો ને રોટાવેટર ની ખરીદી પર સબસિડી આપવામાં આવશે.જેનાથી નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ ને રોટાવેટર ની જરૂર છે પરંતુ તે ખરીદી શકતા નથી તેવા ખેડૂતો પણ હવે આ સહાય થકી રોટાવેટર ખરીદી શકશે.
Rotavator Sahay Yojana
આ યોજના હેઠળ રાજ્ય નાં ખેડૂતો ને Rotavator ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.આ યોજના રાજ્ય નાં Department Of Agriculture Farmers Welfare દ્વારા ચલાવવા માં આવે છે.જેની ઓનલાઈન અરજી ફોર્મ ikhedut પોર્ટલ પર ભરવાના હોઈ છે.
આ યોજના રાજ્ય નાં ખેડૂતો ને તેમના પાક ઉત્પાદન માં વધારો કરવા અને ખેતી માં આતી આધુનિક સાધનો ની જરૂર પડે છે તેથી તેઓ ને દર વર્ષે પાક ફેરબદલ કરવા અને પાક નાં વાવેતર નાં હેતુ થી રોટાવેટર ની જરૂરિયાત પડે છે. તો આ રોટાવેટર જેવા સાધનો ખેડૂતો ખરીદે તો તેમને તેના પર ખુબજ સબસિડી આપવામાં આવે છે.
Rotavator Sahay Yojana
યોજનાનું નામ | રોટાવેટર સહાય યોજના | Rotavator Sahay Yojana |
મળવાપાત્ર સહાય | 8 ફૂટ નાં રોટાવેટર ની ખરીદી પર 50,400/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે. |
રાજ્ય | ગુજરાત |
ઉદેશ | ખેડૂતો ને ખેતી માં આધુનિકતા લાવવા માટે અને ખેત ઓજારો માં સબસિડી આપવા માટે |
લાભાર્થી | રાજ્યના ખેડૂતો |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર સાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
Rotavator Sahay Yojana હેતુ
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ખેડૂતોના હિત માટે સહાય યોજના એટલે કે ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને તેમના પાકને જમણી આંખ તેમજ પાકનું ઉત્પાદન વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર યોજના શરૂ કરવામાં આવેલી છે.
- આમ ખેડૂતોએ રોટાવેટર દ્વારા જમીનને ખેડીને તેમના ભાગ ફેરબદલ કરી અથવા નવા પાકનું ઉત્પાદન કરીને આર્થિક રીતે સક્ષમ બની રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આમ આ બાબતનું ધ્યાન રાખીને ગુજરાત રાજ્યમાં સ્થિત ખેતીવાડી વિભાગ દ્વારા કિસાન રોટાવેટર સહાય યોજના માટે સબસીડી આપવામાં આવે છે.
Rotavator Sahay Yojana ના લાભ
આ યોજના રાજ્ય નાં ખેતીવાડી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.જેમાં રાજ્ય નાં ખેડૂતો ને રોટાવેટર પર સબસિડી આપવામાં આવે છે. આ યોજના માં રોટાવેટર Scheme પર અલગ અલગ પ્રકારે લાભ આપવામાં આવે છે જે અંર્તગત નીચે મુજબ ના લાભ મળે છે.
- SMAM
- AGR 3 (FM)
- RKVY-CDP
- AGR 2 (FM)
- MFSM PULSES
- NFSM RISE
- NFSM WHEAT
- NFSM (Oil Seed And Oil Palm)
આ યોજના માં નીચે મુજબ નું સહાય નું ધોરણ રાખેલ છે જે જોઈ લેવા વિનંતી છે
આ સહાય અંતગર્ત અલગ અલગ ટ્રેક્ટર પર અને અલગ અલગ રોટાવેટર પર અલગ સહાય મળે છે. જે નીચે મુજબ નું છે.
- આ યોજના માં ખેડૂતો ને જો તેમના ટ્રેક્ટર 20 BHP અને 35 BHP થી ચલતા હોઈ તો 5 ફૂટ રોટાવેટર પર કુલ ખર્ચ નાં 34,000/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.અને વધુ માં સા સહાય માં અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિ ના ખેડૂતો સિવાય નાં મહિલા ખેડૂતો,સીમાંત અને નાના ખેડૂતો ને આ સહાય અંતર્ગત વધારે લાભ આપવામા આવે છે.જેમાં કુલ ખર્ચ નાં 42,000/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.
- આ યોજના માં જો ખેડૂતો પાસે 35 BHP કરતા વધારે ચાલતા ટ્રેક્ટર હોઈ અને તેમને 5 ફૂટ રોટાવેટર ની ખરીદી પર કુલ ખર્ચ નાં 34,000/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.
- જો ખેડૂતોને 6 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 35,800/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 44,800/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.
- જો ખેડૂતોને 7 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 35,100/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 47,600/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.
- જો ખેડૂતોને 8 ફૂટ કરતા વધુ નાં રોટાવેટર ની ખરીદી પર 40,300/- રૂપિયા અથવા 40% બંને માંથી જે ઓછું હોઈ તે મળવાપાત્ર રહેશે.જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાય નાં ખેડૂતો જેવા કે મહિલા,નાના અને સીમાંત ખેડૂતો ને કુલ ખર્ચ નાં 50,400/- રૂપિયા અથવા 50% બંને માંથી જે ઓછું હોઈ તે લાભ મળવાપાત્ર રહેશે.
Rotavator Sahay Yojana – પાત્રતા
ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતોને ઘણા બધા સાધન સામગ્રી ની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે. અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જો તમે આ ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે નીચે આપેલી બધીજ પાત્રતાની અનુકૂળતા ધરાવતા હોવા જોઇએ તો તમે આ યોજના માટે અરજી કરી શકશો.
- ખેડૂતો ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
- ખેડૂત લાભાર્થી નાના સીમાંત અને મોટા ખેડૂતો હોવા જોઈએ.
- ખેડૂત લાભાર્થી તેમની જમીન નાં આધાર પુરાવા ધરવતા હોવા જોઈએ.
- ખેડૂતો જો આદિવાસી વિસ્તાર માં વસવાટ કરતા હોઈ તો તેમનું પાસે Tribal Land વન અધિકાર પત્ર ધરાવતા હોવા જોઈએ.
Rotavator Sahay Yojana – જરૂરી દસ્તાવેજો
- ખેડૂતની જમીનની નકલ 7-12
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- અરજી કરનાર ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે માટેનું પ્રમાણપત્ર
- ખેડૂતના બેંક ખાતાની પાસબુક
- ખેડૂતનો મોબાઈલ નંબર
Rotavator Sahay Yojana – ઓનલાઈન અરજી કરો
જો આપે પોતાની જાતે જ અરજી કરવાની હોઈ તો નીચે ઓનલાઈન અરજી કરવાની માહિતી આપેલ છે.જે વાંચી લેવા વિનંતી છે.
- સૌપ્રથમ “Google Crome” માં જઈ ને ikhedut portal પર જવાનું રહેશે.જ્યા ikhedut ની સરકારી વેબસાઇટ ખુલી જશે.
- જ્યાં Home Page પર Menu માં જઈ ને યોજનાં પર ક્લિક કરવાનું રહેશે.જ્યા તમામ યોજનાઓ ખુલી જશે.જ્યા તમારે ખેતીવાડી ની 49 યોજનાઓ દેખાશે જ્યા તમારે જવાનું રહેશે.
- હવે ખેતીવાડી ની તમામ યોજનાઓ બતાવવા માં આવશે.જ્યા ટોટલ 49 યોજનાઓ દેખાશે.જ્યા 36 નંબર ની રોટાવેટર યોજના માં જવાનું રહેશે.
- જ્યા આ યોજના સબંધિત તમામ માહિતી મેળવ્યા બાદ જમણી બાજુ “ અરજી કરો” લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને અરજી કરવાની રહેશે.
- હવે તમને પૂછવામાં આવશે કે તમે પેલે થી Registration કરેલ છે હા અથવા ના. જો નાં કરેલ હોઈ ને ના કરી ને આગળ ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ હવે તમારે Registation કરેલ નથી તેમાં નાં કરી ને Online અરજી કરવાની રહેશે.જ્યાં ikhedut Portal પર Online ફોર્મ ખુબજ ધ્યાન પૂર્વક ભરવાનું રહેશે.અને Application Save કરવાની રહેશે.
- હવે ખેડૂતો એ Online Application ભર્યા બાદ Application Conform કરવાની રહેશે.જ્યા એકવાર Application Conform થયા બાદ અરજી માં કોઈપણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ.
- ત્યારબાદ આપે જે અરજી કરેલ હોઈ તે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહેશે.જે સાચવીને રાખવાની હોઈ છે.
Rotavator Sahay Yojana મહત્વપૂર્ણ લિંક
Official Website | Click Here |
ટ્રેકટર લોન યોજના 2022 | Tractor Loan Yojana