દરજી કામ માટે લોન સહાય યોજના 2022 | Silai Machine Loan Sahay Yojana

Silai Machine Loan Sahay Yojana 2022 | દરજી કામ માટે લોન સહાય યોજના 2022 : આજે શિક્ષિત બેકારી વધી રહી છે. સરકારી નોકરીઓ અને ખાનગી નોકરીઓ મળી નથી રહી. ત્યારે જો તમને દરજીકામ નો અનુભવ હોય. તે Silai Machine વસાવીને દરજીકામ કરવાનું વિચારતા હોવ તો સરકાર તમને સબસિડી અને લોન બંને આપે છે. રાહ કોની જુઓ છો જાણો કેવી રીતે કરશો અરજી.

મિત્રો આજે આપણે આ આર્ટિકલની મદદથી Free Silai Machine Yojana નો લાભ કેવી રીતે મળશે? આપણે આ Loan માં અરજી કરવા માટે જે કોઈ જરૂરી દસ્તાવેજ જોઈએ તેના વિશે પણ જાણીશું. એના સિવાય શું તમે આ લોન માટે પાત્રતા ધરાવો છો કે નહીં એ પણ આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Silai Machine Loan Sahay Yojana

આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે દરજીકામ આવડતું એમના માટે એક યોજના લઈને આવ્યા છે. આ યોજના અંતર્ગત Silai Machine વસાવવા માટે મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી Tailoring Business કરી શકાય છે.

જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે આદિજાતિ નિગમ દ્વારા આવી લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર આદિજાતિના સ્વરોજગાર યોજના હેઠળ લોન આપશે. આ લોન મેળવવા માટે Adijati Nigam Gujarat Website પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

દરજી કામ માટે લોન સહાય યોજના | Silai Machine Loan Sahay Yojana

યોજનાનું નામદરજીકામ માટે લોન સહાય યોજના
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો
યોજનાનો ઉદેશ્યTailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે.
લોન પર વ્યાજદરમાત્ર 4% વ્યાજદર અને લોન સહાય આપવામાં આવશે.
લોન ની રકમઆ લોન યોજના હેઠળ 50,000/- રૂપિયાની રકમ આપવામાં આવે છે.
સત્તાવાર સાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

Silai Machine Loan Sahay Yojana હેતુ

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા સ્વરોજગારી માટે વિવિધ લોન આપવામાં આવે છે. જે આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી નથી અને Tailoring Business માટે રૂપિયાની જરૂર હોય છે. અનુસુચિત જન જાતિના લોકોને બહારની સંસ્થાઓ, બેંકો પાસેથી ઉંચા વ્યાજે લોન લેવી ન પડે તે માટે આ સહાય આપવામાં આવે છે. Tailoring Business માટે Gujarat Adijati Nigam દ્વારા આવી લોન આપવામાં આવે છે.

Silai Machine Loan Sahay Yojana હેઠળ મળતો લાભ

Adijati Vikas Vibhag દ્વારા આદિજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Tailoring Business માટે કુલ રૂપિયા 50,000/- સુધી લોન આપવામાં આવે છે.

Silai Machine Loan Sahay Yojana પાત્રતા

Tribal Development Department Gujarat નિગમ દ્વારા Tailoring Business માટે લોન આપવામાં આવે છે. આ લોન મેળવવા માટે અરજદારની લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે. જો તમે પણ આ લોન લેવા માંગતા હોય તો તમને ખબર હોવી જોઈએ કે તમે જે લોન માટે અરજી કરવાના છો તે લોન માટે તમે પાત્રતા ધરાવો કે નહિ તે જાણવું જરૂરી છે. તો ચાલો આપણે આ યોજના માટે પાત્રતા અને લાયકાત કેટલી હોવી જોઇએ એ બાબત વિશે થોડુ જાણી લઈએ

  • આદિજાતિના છે તે હોવા અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
  • અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઇએ.
  • અરજદાર પાસે ચૂંટણીકાર્ડ પણ હોવું જોઈએ.
  • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવો જોઇએ.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ.
  • લાભાર્થીએ જે દરજીકામના હેતુ માટે ( ધંધો/રોજગાર ) ધિરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી હોવી જોઈએ.
  • લાભાર્થીએ ટેઇલરની દુકાનમાં અગર રેડીમેઇડ કાપડની ફેકટરીમાં કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તે અંગેના તાલીમ / અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થી પાસે દરજી કામનો અનુભવ હોવો જોઇએ.

Silai Machine Loan Sahay Yojana માટેનો વ્યાજદર

દરજીકામ માટે લોન યોજનામાં વ્યાજદર કેટલો રહેશે તથા લાભાર્થીએ કેટલો ફાળો આપવાનો રહેશે તેની માહિતી નીચે મુજબ છે.

  • આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. લાભાર્થીએ કુલ લોનની રકમના 10 % ફાળો આપવાનો રહેશે. એટલે કે 4 લાખની લોનના 10% લેખે 5,000/- રૂપિયા લાભાર્થીએ પોતે જોડવાના રહેશે.

આ યોજનામાં મળતી લોન પરત કરવાનો સમય

આ યોજના અંતર્ગત મળતી લોનને પરત કરવાનો સમય તેમજ સમય પ્રમાણે વ્યાજદર માં વધારો ઘટાડો તેના વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • અરજદારે આ લોન લીધા બાદ 20 હપ્તામાં વ્યાજ સાથે પરત ચૂકવવા રહેશે.
  • અરજદાર પાસે આર્થિક સગવડ થઈ હોય તો તે લોન ચૂકવવાની મુદત કરતા પહેલા પણ લોનની રકમ ચુકવી શકાશે.
  • અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

દરજીકામ લોન યોજનાનો લાભ લેવા માટેના આધાર પરવા

આદિજાતિ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યમાં વસતા અનુસૂચિત જનજાતિ ના લોકો કે જેઓ બેરોજગાર છે. તેઓ Tailoring Business તરીકે નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે. આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે

  • લાભાર્થી નું આધારકાર્ડ
  • લાભાર્થીનું રેશનિંગ કાર્ડ
  • લાભાર્થીનું જાતિ નું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
  • લાભાર્થીનું તાલીમનું પ્રમાણપત્ર
  • લાભાર્થીના બેંક ખાતાની પાસબુક
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • લાભાર્થીએ રજૂ કરેલ મિલ્કતનો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું )
  • લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગર નું)
  • લાભાર્થીના જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીનના 7/12 અને 8/અ અથવા મકાનના દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ બીજા વગરનું)
  • જામીનદાર-1 નું મિલ્કતનુ સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • જામીનદાર-2 નું મિલ્કતનું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
  • બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.

Silai Machine Loan Sahay Yojana Link

Official WebsiteClick Here

Ayushman Bharat Yojana List |  આયુષ્યમાન ભારત યોજના લિસ્ટ

Leave a Comment