ટ્રેકટર લોન યોજના 2022 | Tractor Loan Yojana

By | July 9, 2022

Tractor Loan Yojana 2022 | ટ્રેકટર લોન યોજના 2022 : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી. જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો NSTFDC દ્વારા આપવામાં ટ્રેકટર પર લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. ટ્રેકટર લોન માટે કેવી રીતે એપ્લિકેશન કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

ટ્રેક્ટર લોન સહાય યોજના

National Scheduled Castes Finance and Development Corporate દ્વારા ટ્રેકટર લોન આપવામાં આવશે છે. આ લોન યોજના આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે. ST જ્ઞાતિના નાગરિકોને ખેતી કરવા માટે જરૂરી ટ્રેકટર લેવા માટે Adijati Nigam Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ, કેટલા રૂપિયાની લોન મળે, વ્યાજદર કેટલું ચૂકવવાનું રહેશે વગેરે આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.

ટ્રેક્ટર લોન સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામટ્રેક્ટર લોન સહાય યોજના
યોજનાનો ઉદેશઅનુસુચિત જનજાતિના ખેડૂતોને સાધનની એટલે ટ્રેક્ટરની ખરીદી આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થીગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો
લોનની રકમઆ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 6 લાખની લોન મળશે
લોન પર વ્યાજદરમાત્ર 6% વ્યાજદર લોન પર આપવામાં આવશે.
સત્તાવાર સાઈટhttps://adijatinigam.gujarat.gov.in/

યોજનાનો લાભ લેવા માટેની લાયકાત અને પાત્રતા

Adijati Vikas Vibhag Gujarat દ્વારા ટ્રેકટર યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે અગાઉથી લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.

 • અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
 • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ
 • અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ
 • લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ
 • આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે

ટ્રેક્ટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

 • Tribal Development Department Gujarat દ્વારા Schedule Tribal ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા 6,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 5% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે

આ યોજના માટે મળતી લોનનો વ્યાજદર

આદિજાતિ નિગમ દ્વારા અનુસૂચિત જન જાતિઓને લોન આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 6 % ના વ્યાજદર સાથે લોન મળશે.

 • લાભાર્થી દ્વારા લીધેલી લોન 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાની રહેશે
 • લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા

Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે

 • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
 • રેશન કાર્ડની નકલ
 • બેંક ખાતાની પાસબુક
 • ઓનલાઈન એપ્લીકેશન અરજી
 • આધાર કાર્ડની નકલ
 • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
 • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
 • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
 • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 • જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
 • નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
 • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *