તબેલા માટેની લોન યોજના

ગુજરાતનાં જે પશુપાલક અને ખેડુતોને પોતાના ગાય-ભેંસ માટે આ યોજનાથી તબેલા બનાવવા માટે લોન મળશે.

તબેલા માટેની લોન યોજના ઉદ્દેશ

ગુજરાતના અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે.

તબેલા માટેની લોન યોજના લાભાર્થી

ગુજરાતના અનુસુચિત જનજાતિના નાગરિકો

તબેલા લોન યોજના હેઠળ લોનની રકમ

આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

તબેલા લોન પર નું વ્યાજદર

વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે.

તબેલા લોન યોજના માટેની પાત્રતા અને લાયકાત

– અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. – અરજદાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઇએ અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. – કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

તબેલા લોન યોજના માટેની પાત્રતા અને લાયકાત

– તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઈશે. – છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસબુક રજૂ કરવાની રહેશે. – અરજદારને ગાય ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.

અરજદારને રૂપિયા 4 લાખ લોન આ યોજના હેઠળ મળશે. આ લોન મંજુર થયા બાદ અરજદારે આ તબેલાનુ બાંધકામ શરુ કરાવી દેવું પડશે.

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે