શ્રી વાજપાઇ બેંકેબલ  લોન યોજના 2022

શ્રી વાજપાઇ બેંકેબલ યોજના દ્વારા  લોન આપવામાં આવે છે

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન યોજનાનો હેતુ

ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે.

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન યોજનાનો લાભાર્થી

ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ

શ્રી વાજપાઇ બેંકેબલ  યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ

આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે.

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન પર મળવાપાત્ર સબસીડી

આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે.

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન લાભ ની પાત્રતા

– ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ. – લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ. – અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ. – લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન લાભ ની પાત્રતા

– લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે. – અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે. – લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. – આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે. – આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.

શ્રી વાજપાઇ બેંકેબલ  લોન લાભ ની પાત્રતા

– Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે. – સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે. – અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે