વનબંધુ કલ્યાણ યોજના

 વનબંધુ કલ્યાણ યોજના ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલી છે.

વનબંધુ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ

લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને ખાતરની કીટ પૂરી પાડવી.

વનબંધુ કલ્યાણ યોજનાનો લાભાર્થી

ગુજરાત રાજ્યના આદિજાતિના BPL Card (0 થી 20 નો સ્કોર) ધરાવતા ખેડૂતો

વનબંધુ કલ્યાણ યોજનામાં મળવાપાત્ર સહાય

ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત આપવામાં આવશે.

કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્ર

● આ યોજનાનો લાભ 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે. ● અરજદારે કીટ મળ્યે રૂ. 250/- લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે.

કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટેની પાત્ર

● વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા લાભો

ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે. ● આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા લાભો

●બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે. ● નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ  મળશે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

● લાભાર્થીનું આધારકાર્ડ ● રેશનકાર્ડની નકલ ● ખેડૂતની જમીનના 7/12 ની નકલ ● ખેડૂતના 8-અ ની નકલ ● લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો ● BPL સ્કોર કાર્ડ (0 થી 20 નો સ્કોર કાર્ડ ધરાવતા) ● અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર ● મોબાઈલ નંબર

સરકારી ભરતી Whatsapp પર માહિતી માટે